હિમાચલના 6 જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે રાજ્યમાં નુકસાનીનું કર્યું નિરિક્ષણ
Live TV
-
હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર યથાવત છે. ત્યારે રાજ્યના 6 જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આભ ફાટવાની અને ભૂસ્ખલનની દુર્ઘટનાઓના પગલે જાનમાલનું ભારે નુકસાન થયું છે. જેને લઈ કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુર અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ આજે નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે રાજ્યની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓએ Paonta Sahibમાં ક્ષતિગ્રસ્ત રાજમાર્ગનું નિરિક્ષણ કર્યું હતું.
રાજ્યમાં ભારે વરસાદ, વાદળ ફાટવા અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 335 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 37 લોકો હજુ પણ લાપતા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 10,000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિના નુકસાનનો પણ અંદાજ છે.દરમિયાન, શિમલાના Summer Hill વિસ્તારમાં નાશ પામેલા શિવ બાવડી મંદિરમાંથી ગુમ થયેલા લોકોને બહાર કાઢવાનું કામ ગઈકાલ સુધી પણ ચાલુ રહ્યું હતું. આ ઘટનામાં મૃત્યુઆંક વધીને 17 થઈ ગયો છે.
