Skip to main content
Settings Settings for Dark

નાણામંત્રી નિર્મલા સીતારમણે વૈશ્વિક સ્તરે ગિફ્ટ સીટીને પ્રિમીયર નાંણાકીય હબ તરીકેની ઓળખ આપવા પર મૂક્યો ભાર

Live TV

X
  • ગાંધીનગરમાં સમીક્ષા બેઠક દરમિયાન કેન્દ્રીય નાણાં મંત્રીએ તમામ હિતધારકોને માન્યતા આપવાની અને તેમને ટેકો આપવાની જરૂરિયાત પર, ભાર મૂક્યો હતો.

     કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં ગઈકાલે ગિફટ સિટી ગાંધીનગરમાં ભારતનાં પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રનાં, વિકાસ અને વૃદ્ધિ પર, નાણાં મંત્રાલય અને કોર્પોરેટ બાબતોનાં મંત્રાલયનાં સચિવોની ટીમ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. સમીક્ષા બેઠક દરમિયાન કેન્દ્રીય નાણાં મંત્રીએ તમામ હિતધારકોને માન્યતા આપવાની અને તેમને ટેકો આપવાની જરૂરિયાત પર, ભાર મૂક્યો હતો.

    પ્રથમ સંયુક્ત નાણાં અને સ્વાસ્થ્ય મંત્રીસ્તરીય બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામન અને ડૉ. મનસુખ માંડવિયાએ કરી હતી. બેઠકમાં થયેલી ચર્ચા દરમિયાન નાણાં અને સ્વાસ્થ્ય મંત્રીઓએ સંયુક્ત નાણાં અને સ્વાસ્થ્ય કાર્યદળ હેઠળ નાણાં અને સ્વાસ્થ્ય મંત્રાલયો વચ્ચે સહયોગ વધારીને મહામારીને અટકાવવા સજ્જતા અને પ્રતિભાવ માટે વૈશ્વિક સ્વાસ્થ્ય માળખું મજબૂત કરવાનું જાળવી રાખવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. બેઠકમાં નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે ભારતીય પ્રમુખપદ હેઠળનાં ટાસ્ક ફોર્સે પ્રથમ વખત બહુ-વર્ષીય કાર્ય યોજના અપનાવી છે અને પસંદ કરેલી મુખ્ય પ્રાદેશિક સંસ્થાઓને પણ આમંત્રણ આપ્યું છે. જેથી ઓછી આવક ધરાવતા દેશોનો અવાજ વધે છે. મંત્રીઓએ ભારતીય અધ્યક્ષતા દરમિયાન JFHTF દ્વારા પ્રદાન કરવામાં આવેલાં પરિણામોને પણ આવકાર્યાં હતાં. તેમજ વૈશ્વિક સ્તરે ગિફ્ટ સીટીને પ્રિમીયર નાંણાકીય હબ તરીકેની ઓળખ આપવા પર ભાર મૂક્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply