અમેરિકાના ઉપવિદેશમંત્રી સ્ટીફન બિગન ત્રણ દિવસની ભારત યાત્રા પર
Live TV
-
અમેરિકાના ઉપવિદેશમંત્રી સ્ટીફન બિગન ત્રણ દિવસની ભારત યાત્રાએ આવ્યા છે. ભારત અને અમેરિકા વચ્ચેની 2+2 મંત્રણા પહેલાની આ અમેરિકન વિદેશમંત્રીની મુલાકાત મહત્વપૂર્ણ ગણાય છે.
ગઇકાલે વિદેશમંત્રી એસ. જયશંકર સાથે અમેરિકન ઉપવિદેશમંત્રીએ મુલાકાત કરી હતી અને દ્વિપક્ષીય સંબંધો પર તેમજ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દે ચર્ચા કરી હતી. વિદેશમંત્રી એસ.જયશંકરે ટ્વીટ કરીને કહ્યું કે, અમેરિકન ઉપવિદેશમંત્રી સ્ટીફન બિગન સાથે વાતચીત કરીને ખુશી મળી છે.
