અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાનું માર્સ રોવર આજે ઉતરશે મંગળ ગ્રહની સપાટી પર
Live TV
-
નાસાનું મંગળ રોવર લગભગ 7 મહિનાની મુસાફરી પછી મંગળ પર ઉતરાણની નજીક છે. આજે તે મંગળની સપાટી પર ઉતરશે. જેના માટે યુ.એસ. સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિકો ખૂબ ઉત્સાહિત છે. જેમાં રોવરનું સફળ ઉતરાણ એ નક્કી કરશે કે ત્યાં વધુ સંશોધન કેવી રીતે કરવામાં આવશે. મંગળ પર ઉતરનારૂ આ નાસાનું પાંચમુ રોવર છે. રોવર યુએસના સ્થાનિક સમયે બપોરે 3:55 વાગ્યે જેઝેરો ક્રેટરમાં લેન્ડ કરશે...જેટ પ્રોપલ્શન લેબના વૈજ્ઞાનિક તેની પર નજર રાખી રહ્યા છે...આ નાસાનો અત્યાર સુધીનો સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. મંગળ પર અત્યારે થયેલા લેંડિગમાં માત્ર 50 ટકા પ્રયાસ જ સફળ રહ્યા છે.
