Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે

Live TV

X
  • પશ્ચિમ બંગાળની રાજકીય લડત ભાજપ માટે કેટલી મહત્વની છે તે બાબતનો અંદાજો એ વાત ઉપરથી મેળવી શકાય છે કે, ભાજપના ટોચના નેતાઓ પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરી રહ્યા છે. આ શૃંખલામાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ આજે ફરી એક વખત પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરશે. અમિત શાહ પાર્ટીની પરિવર્તન યાત્રાને પ્રસ્થાન કરાવવાની સાથે રાજ્યની જનતાની સાથે સંવાદ પણ કરશે. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ આજે સવારે કોલકાતાના રાસ બિહારી એવેન્યૂ સ્થિત ભારત સેવાશ્રમ સંઘ જશે. બપોરે 12 કલાકે ગંગાસાગર સ્થિત કપિલ મુનિ આશ્રમ પણ જશે. ત્યાર બાદ તેઓ નામખાનાના ઇન્દિરા મેદાનથી પરિવર્તન યાત્રાને લીલીઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવશે. બપોરે બે વાગે નારાયણપુરમાં એક શરણાર્થી પરિવારના ઘરે જઈને ભોજન લેશે. ત્યાર બાદ તેઓ નામખાનાના સ્મશાન કાલી મંદિરથી રોડ શોનો પ્રારંભ કરશે. મોડી સાંજે તેઓ અરવિંદો આશ્રમ પણ જશે.  
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply