દેશમાં 91 લાખથી વધુ કોરોના વોરિયર્સનું વેક્સીનેશન કરાયું
Live TV
-
દેશમાં કોરોના વેક્સિનેશનની માહિતી આપવા અંગે આરોગ્ય મંત્રાલયે પત્રકાર પરિષદ યોજી હતી... આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ગઇકાલે સાંજે 6 વાગ્યા સુધીમાં 91 લાખ 86 હજાર 757 કોરોના વોરિયર્સનું વેક્સીનેશન કરવામાં આવ્યું છે... જેમાંથી 65.21 લાખ આરોગ્યકર્મીઓનું વેક્સિનેશન થયું છે... જ્યારે 61 લાખ 79 હજાર 669 લાભાર્થીઓને કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.... આ સાથે 3 લાખ 42 હજાર 116 હેલ્થ કેર વર્કર્સને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે... તો 26.64 લાખથી વધારે ફ્રન્ટલાઈન વર્કર્સનું પણ વેક્સિનેશન પૂર્ણ થયું છે.... 9 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 75 ટકાથી વધુ લોકોએ વેક્સિન મુકાવી છે.... 84 ટકા સાથે બિહારમાં સૌથી વધારે કોરોના વોરિયર્સને કોરોનાની વેક્સિન અપાઈ છે... જ્યારે ગુજરાતમાં 80.2 ટકા કોરોના વોરિયર્સનું વેક્સિનેશન કરાયું છે...
