પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામમાં મહાબાહુ બ્રહ્મપુત્ર યોજનાનો શુભારંભ કરાવ્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આસામને કેટલીક યોજનાઓની ભેટ આપી છે. પ્રધાનમંત્રી મોદીએ મહાબાહુ બ્રહ્મપુત્ર યોજનાનો શુભારંભ કરાવ્યો છે. સાથે નિમાટી માજૂલી દ્વીપ, ઉત્તરીય ગુવાહાટી-દક્ષિણીય ગુવાહાટી અને ઘુબરી હાટ અને સિંગિમારી વચ્ચે રોપેક્સ પોર્ટ સંચાલનનું ઉદઘાટન કર્યું છે. આ ઉપરાંત જોગી ઘોપામાં અંતર દેશીય જળ પરિવહન ટર્મિનલનો શિલાન્યાસ અને બ્રહ્મપુત્ર નદી ઉપર વિભિન્ન પરિવહન જેટીઓનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદેશ ભારતના પૂર્વી ભાગમાં નિર્વાદ જોડાણ આપવાનો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી દ્વારા ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસને વધારવા માટે બે ઇ-પોર્ટલના પણ શુભારંભ કરાયા હતા. પ્રધાનમંત્રી દ્વારા ધુબરી ફૂલવાડી પુલની આધારશિલા પણ મૂકી હતી. આશરે 4,997 કરોડના ખર્ચે બનનાર આ પુલ આસામ અને મેઘાલયના લોકોની લાંબા સમયની માંગણીને પૂર્ણ કરશે. આ પુલ 200 કિમીના રોડ માર્ગને ઘટાડીને માત્ર 19 કિમીનું અંતર કરી દેશે.
