Skip to main content
Settings Settings for Dark

ભારતમાં 88 લાખથી વધુ લોકોને COVID-19 રસી અપાઈ

Live TV

X
  • ભારતમાં કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે કુલ રસીકરણનો એકડો 88 લાખને પર થઇ ચુક્યો છે..

    આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટ લાઈન વોરિયર્સને  COVID-19ની રસી આપવામાં આવી. મંગળવારે કુલ મળીને 88 લાખ 57 હજાર 341 રસી આપવામાં આવી હતી. 
    જેમાં પ્રથમ ડોઝ લીધેલા 61 લાખ 29 હજાર 745 આરોગ્ય કર્મચારીઓને અને બીજો ડોઝ લેનારા 2 લાખ 16 હજાર 339 આરોગ્ય કર્મચારીઓ, 25 લાખ 11 હજાર 257 ફ્રન્ટલાઈન કામદારોનો સમાવેશ આવ્યો છે.
    છેલ્લા 24 કલાકમાં 11 હજાર આઠસોથી વધુ લોકો રિકવર થઇ પરત ઘરે  ફર્યા છે  જેની સાથે  દેશનો કોવિડ -19 રિકવરી રેટ  97.32 ટકા થયો છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે,  આરોગ્ય સચિવ રાજેશ ભૂષણએ નવી દિલ્હીમાં મીડિયાને બ્રિફિંગ આપતા કહ્યું કે, દેશમાં સક્રિય કેસ 1.40 લાખ કરતા ઓછા છે. તેમણે કહ્યું, ભારતમાં છેલ્લા સાત દિવસોમાં મિલિયન વસ્તી દીઠ 56 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે લદ્દાખ, ઝારખંડ, આસામ, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, ત્રિપુરા, ગુજરાત અને ગોવામાં 60 ટકાથી વધુ લાયક આરોગ્ય કામદારોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
    NITI આયોગમાં સભ્ય (આરોગ્ય)Dr. વી. કે. પ.લે કહ્યું કે, ભારત તરફથી અત્યાર સુધી 24 દેશોને COVID-19ની રસી મોકલવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply