Skip to main content
Settings Settings for Dark

ઉત્તરાખંડઃ ગ્લેશીયર તુટવાની દુધર્ટનામાં અત્યાર સુધી 58 મૃતદેહ મળ્યા, 31ની ઓળખ થઈ શકી

Live TV

X
  • દરરોજ મૃતદેહ મળવાનો સીલસીલો યથાવત રહ્યો છે. તાજેતરમાં મળતી માહિતી મુજબ રાહત બચાવ ટુકડીને અત્યાર સુધીમાં 58 લોકોનાં મૃતદેહ મળ્યા છે અને જેમાં ગઈરાત્રે અન્ય બે મૃતદેહ મળી આવ્યા હતા.ગ્લેશીયર તુટવાની દુધર્ટનામાં સર્જાયેલા જળપ્રલય પછી હાલ ભયજનક સ્થિતિ જોવા મળી રહી છે.

    ઉત્તરાખંડનાં ચમોલીમાં ગ્લેશીયર તુટવાની દુધર્ટનામાં સર્જાયેલા જળપ્રલય પછી હાલ ભયજનક સ્થિતિ જોવા મળી રહી છે. દરરોજ મૃતદેહ મળવાનો  સીલસીલો યથાવત રહ્યો છે. તાજેતરમાં મળતી માહિતી મુજબ રાહત બચાવ ટુકડીને અત્યાર સુધીમાં 58 લોકોનાં મૃતદેહ મળ્યા છે અને જેમાં ગઈરાત્રે અન્ય બે મૃતદેહ મળી આવ્યા હતા.

    અત્યાર સુધી મળેલા 58 મૃતદેહોમાંથી 31 મૃતકોની જ ઓળખ થઈ શકી છે. માનવામાં આવી રહ્યુ છે કે, આ ધટનામાં 204 લોકો લાપતા છે જેઓની શોધખોળ કરવામાં આવી રહી છે. આ વચ્ચે તપોવન ટર્નલમાં ખોદકામ કરીને ફસાયેલા લોકોને કાઢવાની કામગીરી પણ પુરઝડપે ચાલી રહી છે. અત્યાર સુધી 145 મીટર ખોદકામ કરાયુ છે. 

    મુખ્ય ટર્નલના નીચે નાની ટર્નલમાં પણ વર્ટીકલ ડ્રીલની મદદથી NDRFની ટીમ પહોંચી ચુકી છે. ત્યાં પણ તપોવન પાવર પ્રોજેક્ટનાં કર્મચારીઓનાં ફસાયા હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. ટર્નલથી પંપ લગાવીને પાણી બહાર કાઢી નખાયુ છે.તપોવનની સાથે રૈણી ગામમાં પણ બચાવ કામગીરી ચાલી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply