અયોધ્યા વિવાદઃ SCએ મધ્યસ્થતા કમિટીને આપ્યો 15 ઑગસ્ટ સુધીનો સમય
Live TV
-
સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલામાં મધ્યસ્થતા પેનલને વધુ સમય આપવાની માંગણીનો સ્વીકાર કરી લીધો છે. કોર્ટે પેનલની માંગણીને માનતા તેમના કાર્યકાળને 15 ઓગસ્ટ સુધી વધારી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આઠમી માર્ચે પોતાના નિર્ણયમાં મધ્યસ્થતાને મંજૂરી આપી હતી. સાથે મધ્યસ્થોની નિમણૂંક કરી હતી.
આ મધ્યસ્થોમાં નિવૃત્ત જસ્ટિસ એફ.એમ. કલીફુલ્લા,વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચૂ અને આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કમિટીના રિપોર્ટને હાલ સાર્વજનિક કરી શકાય નહીં. કેટલીક સકારાત્મક પહેલ થઈ છે.
