પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ મમતા બેનરજીના ગઢ બાકુરા અને પૂરેલિયામાં ગુરૂવારે રેલી કરી હતી.
Live TV
-
બાકુરાની રેલીમાં PM કહ્યું હતું કે, ચૂંટણીમાં હારની ચિંતાના કારણે દીદી સંવિધાનનું અપમાન કરી રહી છે.
મુખ્યમંત્રીનો રાજ્યને બેસ્ટ બનાવવામાં કોઈ રસ નથી. તેઓ ફક્ત પોતાના ભત્રીજા પરિવાર અને પાર્ટીમાં જ રસ છે. આ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઉત્તર પ્રદેશના આઝમગઢ અને જોનપુરમાં ભાજપના ઉમેદવારની તરફેણમાં જાહેર સભાઓને સંબોધી હતી.
જેમાં તેમણે ઉત્તર પ્રદેશની ભૂતકાળની બૂઆ-બબૂઆની સરકાર પર પ્રહારો કર્યા હતા જ્યારે તેમણે રાજ્ય અને કેન્દ્રની વર્તમાન ભાજપ સરકારની કલ્યાણકારી યોજનાઓની સિદ્ધિઓને વર્ણવી હતી. તેમણે જણાવ્યુ હતું કે, પ્રદેશમાં ભૂતકાળની સરકારમાં વીજળી ભેદભાવપૂર્ણ રીતે મળતી હતી. જ્યારે વર્તમાન ભાજપની સરકારમાં કોઈ પણ ભેદભાવ વિના તમામને વીજળી મળી રહી છે
