પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય પોલીસ પર્યવેક્ષકે મેદનીપુરમાં અધિકારીઓ સાથે કરી બેઠક
Live TV
-
છઠ્ઠા તબક્કાની ચૂંટણી સ્વતંત્ર અને નિષ્પક્ષ સુનિશ્ચિત કરાવવા માટે કેન્દ્રીય સુરક્ષા દળોની 740 કંપનીઓ તૈનાત
પશ્ચિમ બંગાળની આઠ બેઠકો માટે 12મેના રોજ થનાર મતદાનને હિંસા મુક્ત બનાવવા માટે 71,000થી વધારે સુરક્ષા જવાનો તૈનાત કર્યા છે. ગૃહ મંત્રાલયે આ જાણકારી આપી છે. બંગાળના માઓવાદ પ્રભાવિત જંગલ મહેલ વિસ્તારમાં આઈઈડી વિસ્ફોટથી બચવા માટે સુરક્ષાદળોને વાહનોમાં અવર જવર ન કરવાનો નિર્દેશ આપ્યો છે. અધિકારીઓએ કહ્યું છે કે, સીઆરપીએફ, આરપીએફ અને આર.એ.એફની 602 કંપનીઓ અને રાજ્ય શસ્ત્ર પોલીસની 111 કંપનીઓ રાખવામાં આવશે. પશ્ચિમ બંગાળમાં થઈ રહેલી હિંસા અને રાજનીતિ દળોની ફરિયાદો વચ્ચે ગુરૂવારે કેન્દ્રિય પોલીસ પર્યવેશક વિવેક દુબેએ અધિકારીઓ સાથે મેદનીપૂરમાં બેઠક કરી હતી
