Skip to main content
Settings Settings for Dark

અરબી સમુદ્રમાં પશ્ચિમ પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે "ક્યાર"

Live TV

X
  • આગામી 12 કલાકમાં "ક્યાર" અતિ તીવ્ર વાવાઝોડામાં ફેરવાય તેવી સંભાવના

    હવામાન વિભાગે જણાવ્યું છે કે અરબી સમુદ્ર પર સર્જાયેલું ક્યાર વાવાઝોડું આજે ભીષણ રૂપ ધારણ કરે તેવી સંભાવના છે. કર્ણાટકમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. કર્ણાટકના તટીય વિસ્તારોને બાદ કરતાં ક્યાર વાવાઝોડુ ઓમાન તરફ વધી રહ્યું છે. દક્ષિણ કન્નડ અને ઉડુપીના તટીય વિસ્તારોમાં તોફાનનો પ્રભાવ ઘટ્યો છે. અનુમાન છે કે ઉત્તર કર્ણાટકના તટીય વિસ્તારોમાં 40- 50 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, દરિયામાં આગામી 24 કલાક તોફાન રહેવાની સંભાવના છે. મહારાષ્ટ્રમાં આ તોફાન આગામી કલાકોમાં ભીષણ રૂપ લઇ શકે તેમ છે. મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે.

    તો આ તરફ ગુજરાતના અમરેલી જીલ્લાના જાફરાબાદ અને પીપાવાવ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયુ છે. દરિયો તોફાની બનવાની શક્યતાના પગલે આ સિગનલ લગાવવામાં આવ્યું છે અને માછીમારો ને દરિયો નહી ખેડવાની સૂચના અપાઈ છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશર અને વાવાઝોડાની આગાહીને લીધે જાફરાબાદના દરિયા કિનારે મહારાષ્ટ્ર અને તમિલનાડુ ની 30 થી 40 બોટો અને હજારો માછીમારીએ આશરો લીધો છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર અને વાવાઝોડાની આગાહી ને ભારે ઝડપથી પવન ફુંકાવાની અને વરસાદ થવાની શક્યતાને લીધે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપી હતી. જેને પગલે નજીક ના કોઇ પણ સલામત બંદરે રહેવાની સુચના મળતા આ હજારો માછીમારી બોટોએ દીવ, વેરાવળ અને જાફરાબાદના દરિયા કિનારે આશરો લીધો છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply