Skip to main content
Settings Settings for Dark

હરિયાણામાં ભાજપ અને જેજેપીના ગઠબંધનથી રચાશે સરકાર

Live TV

X
  • ભાજપને મુખ્યમંત્રી પદ અને જેજેપીને ઉપમુખ્યમંત્રી પદ

    ભાજપ અને દુષ્યન્ત ચૌટાલાની પાર્ટી JJP સાથે મળીને હરિયાણામાં નવી સરકાર બનાવશે. આ સરકારમાં ભાજપના મુખ્યમંત્રી અને JJPના ઉપમુખ્યમંત્રી રહેશે. ઘણા અપક્ષ સભ્યોએ પણ ગઠબંધનને સમર્થન આપ્યું છે. JJP નેતા દુષ્યન્ત ચૌટાલા સાથે મુલાકાત બાદ પત્રકાર પરિષદ સંબોધતા ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, ભાજપ ધારાસભ્ય દળના નેતા પસંદ થયા બાદ, સરકાર બનાવવાની આગળની કાર્યવાહી તુરન્ત કરવામાં આવશે, અને આગામી પાંચ વર્ષ ભાજપ અને JJPની સરકાર હરિયાણાના વિકાસને મોદીજીના નેતૃત્વમાં આગળ ધપાવશે. 

    તેમણે કહ્યું કે, હરિયાણાની સરકારે જે જનાદેશ આપ્યો છે, તેની ભાવનાને ધ્યાન રાખીને BJP અને JJP બંને નેતાઓએ આ નિર્ણય લીધો છે. હરિયાણામાં ભાજપ વિધાનસભા દળના નેતા માટે આજે ચંદીગઢમાં બેઠક યોજાશે. પાર્ટીના પ્રદેશ પ્રભારી અનિલ જૈને જણાવ્યું છે કે, આ બેઠક બાદ પાર્ટી રાજ્યમાં સરકારની રચના અંગે રાજ્યપાલ સમક્ષ દાવો રજૂ કરશે.

    આ બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારામણ અને પાર્ટી સચિવ અરૂણસિંગ નિરીક્ષક તરીકે હાજર રહેશે. નેતાની પસંદગી બાદ સરકાર રચવાનો દાવો રજૂ કરાશે. દરમિયાન મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે ગઈકાલે પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડા અને અન્ય નેતાઓ સાથે ચર્ચા કરી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply