Skip to main content
Settings Settings for Dark

ગિરીશ મુર્મુને જમ્મુ કાશ્મીર અને રાધાકૃષ્ણ માથુરને લદાખના ઉપરાજ્યપાલ પદે નિયુક્ત કરાયાં

Live TV

X
  • સત્યપાલ મલિકને ગોવાના રાજ્યપાલની જવાબદારી સોંપાઇ

    કેન્દ્ર સરકારે ગીરીશચંદ્ર મુર્મુને જમ્મુ-કાશ્મીરના જ્યારે રાધાકૃષ્ણન માથુરને લદ્દાખના ઉપરાજ્યપાલ બનાવ્યા છે. મુર્મુ ગુજરાત કેડરના 1985 બેચના અધિકારી છે અને કેન્દ્રીય નાણાં મંત્રાલયમાં સચિવ તરીકે કાર્યરત છે. બંને કેન્દ્ર શાસીત પ્રદેશ 31 ઓક્ટોબરથી અસ્તીત્વમાં આવશે. મોદી સરકારે ગત પાંચ ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો પ્રદાન કરનાર અનુચ્છેદ 370ની જોગવાઈ સમાપ્ત કર્યું હતું. 

    રાષ્ટ્રપતિભવન દ્વારા જાહેર નિવેદન અનુસાર જમ્મુ-કાશ્મીરના વર્તમાન રાજ્યપાલ, સત્યપાલ મલીકને ગોવાના રાજ્યપાલ બનાવ્યા છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ વાર્તાકાર દિનેશ્વર શર્માને લક્ષદ્વીપના વહિવટકર્તા નિયુક્ત કર્યા છે.આ ઉપરાંત કેરળ ભાજપ પ્રમુખ પી એસ શ્રીધરન પિલ્લાઇને મિઝોરમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply