POK અને ગિલગીટ-બાલ્ટિસ્તાન જમ્મુ-કાશ્મીરનો હિસ્સો : સેના પ્રમુખ
Live TV
-
સેનાના કમાન્ડરોની પરિષદમાં સેનાધ્યક્ષનું નિવેદન
સેનાધ્યક્ષ બીપીન રાવતે મોટું નિવેદન આપતા કહ્યું છે કે આપણે જ્યારે જમ્મુ-કાશ્મીરની વાત કરીએ છીએ ત્યારે તેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ગિલગીટ-બાલ્ટિસ્તાનનો સમાવેશ થાય છે.
આથી એ સ્પષ્ટ છે કે તે આપણા પશ્ચિમી પડોશીએ ગેરકાયદે પચાવી પાડેલા છે. તેઓ સેનાના કમાન્ડરોની પરિષદમાં બોલી રહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે જમ્મુ કાશ્મીરનો જે પ્રદેશ પાકિસ્તાને પચાવી પાડ્યો છે તે પાકિસ્તાન દ્વારા નિયંત્રિત નથી, પરંતુ ત્રાસવાદીઓ દ્વારા નિયંત્રિત છે.
