Skip to main content
Settings Settings for Dark

આજથી દેશભરમાં કોરોના વેક્સિનનો બીજો તબક્કો શરુ

Live TV

X
  • દેશભરમાં કોરોના વાયરસના રસીકરણના બીજો તબક્કો આજથી શરૂ થઈ ગયો છે. જેમાં સમગ્ર દેશમાં 60 વર્ષથી ઉપરની વ્યક્તિ અને 45 વર્ષથી ઉપરની અને અન્ય બીમારી હોય તેવી વ્યક્તિને કોરોના વાયરસની રસી આપવાનું શરૂ થયું છે. ભારતમાં પ્રથમ ચરણમાં મેડિકલ, પ્રોફેશનલ અને ફ્રન્ટલાઇન વર્કરોને રસી આપવામાં આવી છે. ત્યાર બાદ આ વ્યાપ વધારવામાં આવ્યો છે. સરકારી કોવિડ રસીકરણ કેન્દ્ર પર રસીકરણનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે. આ કેન્દ્રો પર લોકોને  મફતમાં રસી અપાશે. કોવિડ વેક્સિનેશન ક્ષમતાને અનેકગણી કરવા માટે ખાનગી હોસ્પિટલ પણ મોટી સંખ્યામાં સામેલ થઇ રહી છે.આયુષમાન ભારત યોજના હેઠળ 10 હજાર હોસ્પિટલને CGHS હેઠળ રાજ્ય સરકારને આધિન કરતી હોસ્પિટલમાં સુચિબદ્ધ કરવામાં આવી છે.રાજ્યોમાં ખાનગી હોસ્પીટલોમાં બનેલ કોવિડ કેન્દ્રો ઉપર રસીની મહત્તમ કિંમત રૂપિયા 250 નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે 45 થી 68 વર્ષના લોકો જેમને ગંભીર બિમારી છે. તેમને કેન્દ્ર સરકાર દ્વારા ઉપલબ્ધ કરાયેલ ફોર્મેટમાં બિમારીની વિગત સાથે ફોટો આઇ-ડીની વિગતો આપવામાં આવશે. આ મુજબ આજથી સરકારી તેમજ ખાનગી હોસ્પીચલોમાં કોરોના રસીકરણનો પ્રારંભ થશે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં બીજા તબક્કા અનુસાર કોવિડ રસીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. હોસ્પીટલો તરફથી રસીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply