દિલ્હી એઈમ્સ ખાતે પ્રધાનમંત્રીનો કોરોના રસીનો પ્રથમ ડોઝ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી એઈમ્સમાં કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ લીધો છે.દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી મોદીએ ભારત બાયોટેકની Co Vaxinનો પ્રથમ ડોઝ સવારે 6.25 કલાકે લીધો હતો.
વૈશ્વિક મહામારી કોરોના આજથી મહિનાના પ્રથમ સોમવાર રસીકરણનો બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે. આ તબક્કામાં 45 વર્ષથી વધુ વયના ગંભીર બીમારી ધરાવતા તથા 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોને રસી અપાશે.
પુડુચેરીની હેવાસી સિસ્ટર પી નિવેદાએ તેમને આ ડોઝ આપ્યો હતો. પ્રધાનમંત્રીએ આસામી ગમછો પહેર્યો હતો અને કોઈપણ સુરક્ષા વગર તેઓ એઈમ્સ પહોંચ્યા હતા.રસી બાદ પ્રધાનમંત્રીએ ટ્વીટર પર તેમનો રસી લેતો ફોટો મૂકી લોકોને માહિતી આપી હતી.સાથે જ તેમણે લોકોને ચિંતામુક્ત થઈ રસી લેવા અપીલ કરી હતી.આ માટે Co-WIN 2.0 પોર્ટલ પર અથવા આરોગ્ય સેતુ એપ પર જઈ નોંધણી કરાવી શકશે. નોંધણી માટે રસીકરણના કેન્દ્ર પર પણ જઈ શકાશે. દેશભરના 10 હજાર જેટલા સરકારી કેન્દ્રો અને 20 હજાર જેટલા ખાનગી હોસ્પિટલના રસીકરણ કેન્દ્રમાં રસી આપવાની યોજના સરકારે અમલમાં મૂકી છે. આ અંગે તેમણે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. તેઓએ કહ્યું હતું કે, લોકોએ નિશ્ચિત થઈને રસી લેવી જોઈએ. સાથે ડોક્ટરો તેમજ વૈજ્ઞાનિકોના શાનદાર કામ માટે તેઓનો આભાર માન્યો હતો.
