પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમની 74મી આવૃત્તિમાં દેશવાસીઓને સંબોધિત કર્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મન કી બાત કાર્યક્રમની 74મી આવૃત્તિમાં દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક પર આ કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ મન કી બાતમાં દેશવાસીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પાણી પારસથી પણ વધારે મહત્ત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રીએ મહા મહિનાનું સામાજિક મહત્ત્વ જણાવ્યું હતું. આ સાથે જ પ્રધાનમંત્રીએ સંત રવિદાસજીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તો આગળ જાણીએ મન કી બાત કાર્યક્રમની 74મી આવૃત્તિના કેટલાક અંશો.
જળ સંરક્ષણ પર ભાર: મન કી બાત કાર્યક્રમમાં જળ સંરક્ષણ પર ભાર આપતા પીએમ મોદીએ કહ્યુ કે, "થોડા દિવસ પછી 22 તારીખે 'વર્લ્ડ વોટર ડે' છે. એક સમય હતો કે ગામમાં કૂવા, તળાવની તમામ લોકો મળીને દેખરેખ રાખતા હતા. હવે આવો જ એક પ્રયોગ તમિલનાડુના તિરુવન્નામલાઈમાં થઈ રહ્યો છે. મધ્ય પ્રદેશના અગરોથા ગામના બબીતા રાજપૂત પણ જે કરી રહ્યા છે તેમાંથી તમને પ્રેરણા મળશે. ભારતનાં મોટાભાગના વિસ્તારોમાં મે-જૂનમાં વરસાદ શરૂ થઈ જાય છે. શું આપણે અત્યારથી જ આપણી આસપાસના જળસ્ત્રોતોની સફાઈ માટે, વર્ષા જળના સંગ્રહ માટે, 100 દિવસનું કોઈ અભિયાન શરૂ કરી શકીએ છીએ? આ જ વિચાર સાથે હવેથી થોડા દિવસો પછી જળ શક્તિ મંત્રાલય દ્વારા પણ જળ શક્તિ અભિયાન – ‘Catch the Rain’ પણ શરૂ કરવામાં આવી રહયું છે. આ અભિયાનનો મૂળ મંત્ર છે, ‘Catch the Rain, where it falls, when it falls’. આપણે અત્યારથી જ જોડાઈશું, આપણે પહેલાંથી જ જે Rain Water Harvesting System છે તેને સુધારી દઈશું, ગામમાં, તળાવોમાં, ખાબોચિયાંની સફાઈ કરાવી લઈશું, જળસ્ત્રોતો સુધી જઈ રહેલા પાણીના રસ્તાની અડચણો દૂર કરી નાખીશું તો વધારેમાં વધારે વર્ષા જળનો સંગ્રહ કરી શકીશું.
પીએમ મોદીએ કહ્યુ કે, "આજે નેશનલ સાઇન્સ ડે છે. આજનો દિવસ ભારતના મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર સી.વી.રામન તરફથી આપવામાં આવેલા 'રમન ઇફેક્ટ' શોધને સમર્પિત છે. આપણે જેવી રીતે બીજા દેશના વૈજ્ઞાનિકો વિશે જાણીએ છીએ તેવી જ રીતે ભારતના વૈજ્ઞાનિકો વિશે જાણવું જોઈએ. હું ચોક્કસ ઈચ્છીશ કે આપણા યુવાનો, ભારતના વૈજ્ઞાનિક – ઈતિહાસને, આપણા વૈજ્ઞાનિકોને જાણે, સમજે અને ખૂબ વાંચે.
પ્રધાનમંત્રીનાં વિદ્યાર્થીઓ માટેનાં વિશેષ કાર્યક્રમ "પરીક્ષા પે ચર્ચા" વિશે વાત કરતા કહ્યું હતું કે, આવનારા કેટલાક મહિના આપના બધાના જીવનમાં વિશેષ મહત્વ રાખે છે. મોટાભાગના યુવા સાથીઓની exams, પરીક્ષાઓ હશે. આપને યાદ છે ને – Warrior બનવાનું છે, Worrior નહીં, હસતાં-હસતાં એક્ઝામ આપવા જવાનું છે અને હસતાં હસતાં પાછા આવવાનું છે. પૂરતી ઉંઘ પણ લેવાની છે, અને ટાઈમ મેનેજમેન્ટ પણ કરવાનું છે. રમતો રમવાનું પણ નથી છોડવાનું નથી, કારણ કે જે રમે તે ખીલે. રિવિઝન અને યાદ કરવાની સ્માર્ટ રીત અપનાવવાની છે, એટલે કે કુલ મળીને આ એક્ઝામ્સમાં પોતાના બેસ્ટને બહાર લાવવાનું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે બધા કરીશું “પરીક્ષા પે ચર્ચા..” પરંતુ માર્ચમાં થનારી પરીક્ષા પે ચર્ચાથી પહેલા મારી આપ સર્વે એક્ઝામ્સ વોરિયર્સને, પેરન્ટ્સને અને ટીચર્સને એક રિક્વેસ્ટ છે કે તમારા અનુભવ, તમારી ટીપ્સ જરૂર શેર કરો. તમે MyGov પર શેર કરી શકો છો. નરેન્દ્ર મોદી એપ પર શેર કરી શકો. આ વખતની પરીક્ષા પર ચર્ચામાં યુવાઓની સાથે સાથે પેરન્ટ્સ અને ટીચર્સ પણ આમંત્રિત છે. કેવી રીતે પાર્ટિસિપેટ કરવાનું છે, કેવી રીતે પ્રાઈઝ જીતવાનું છે, કેવી રીતે મારી સાથે ડિસ્કશનનો અવસર મેળવવાનો છે, આ બધી જાણકારી આપને MyGov પર મળશે. અત્યારસુધી એક લાખ થી વધારે વિદ્યાર્થી, લગભગ 40 હજાર પેરન્ટ્સ અને લગભગ 10 હજાર ટીચર ભાગ લઈ ચૂક્યા છે. આપ પણ આજે જ પાર્ટિસિપેટ કરો. આ કોરોનાના સમયમાં મેં કેટલોક સમય કાઢીને એક્ઝામ વોરિયર બુક માં પણ કેટલાક મંત્ર જોડ્યા છે. હવે તેમાં પેરન્ટ્સ માટે પણ કેટલાક મંત્ર જોડવામાં આવ્યા છે. આ મંત્રો સાથે જોડાયેલી ઘણીબધી interesting activities નરેન્દ્ર મોદી એપ પર આપવામાં આવી છે જે આપની અંદરના એક્ઝામ વોરિયરને ignite કરવામાં મદદ કરશે. આપ તેને જરૂર ટ્રાય કરીને જુઓ. બધા યુવા સાથીઓને આવનારી પરીક્ષાઓ માટે ઘણી-ઘણી શુભેચ્છાઓ.
