આજે ગુજરાત વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી આગામી નાણાકીય વર્ષનું અંદાજપત્ર રજુ કરશે
Live TV
-
ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર સત્ર શરૂ થઈ ચુક્યુ છે
ગુજરાત વિધાનસભામાં આજે નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ આગામી નાણાકીય વર્ષનું અંદાજપત્ર ગૃહમાં રજુ કરશે. અત્યાર સુધીમાં વિધાનસભામાં 76 બજેટ રજૂ થયા છે અને આજે 77મું બજેટ રજૂ થશે. નાણામંત્રી તરીકે વજુભાઈ વાળાએ સૌથી વધુ 18 વખત રાજ્યનું બજેટ રજૂ કર્યું છે. તેમજ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવશે. સરકારે તે માટે મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચ કરી છે.
ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર સત્ર શરૂ થઈ ચુક્યુ છે. રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતના પ્રવચન સાથે શરૂ થયેલી બેઠકમાં શોકદર્શક ઠરાવ દ્વારા સદગત સભ્યોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના પ્રવચનમાં રાજ્ય સરકારની વિકાસ કામગીરીને બિરદાવી હતી અને કહ્યું હતું કે નળ સે જળ યોજના કારણે ઘેર ઘેર પીવાનું ચોખ્ખું પાણી પહોંચાડવાની ઝુંબેશ ખરેખર જન આરોગ્ય માટે વરદાનરૂપ સાબિત થશે.
