રાજ્યસભા ટીવી અને લોકસભા ટીવીને હવે એક કરી દેવામાં આવ્યું
Live TV
-
રાજ્યસભા ટીવી અને લોકસભા ટીવીને હવે એક કરી દેવામાં આવ્યું છે. ભારતીય સેવાનાં નિવૃત્ત અધિકારી રવિ કપૂરની સંસદ ટીવીનાં મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિમણૂંક કરાઇ છે. સંસદ ટીવી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીનું સીધું પ્રસારણ બે અલગ-અલગ ચેનલ પર પ્રસારિત કરશે. બંન્ને ચેનલોને એક કરવા માટે રચાયેલી સમિતિનાં અહેવાલને આધારે રાજ્યસભાનાં સભાપતિ એમ. વૈંકૈયા નાયડુ અને લોકસભાનાં સભાપતિ ઓમ બિરલાએ સંયુક્તપણે આ નિર્ણય લીધો છે. સમિતિ દ્વારા દર્શકોને સંસદનાં કામકાજ અંગે અને વઘુ જાણકારી આપવા અંગે નિતી ઘડવા પણ ભલામણ કરાઇ છે.
