આજે વિશ્વ ગુજરાતી દિવસ, PM મોદીએ ટ્વિટ કરી પાઠવી શુભકામના
Live TV
-
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ પંક્તિને આજે ગુજરાતીઓએ સાર્થક કરી દીધી છે. આજે વિશ્વ ગુજરાતી દિવસ છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને વિશ્વના ખુણેખુણામાં વસતા તમામ ગુજરાતીઓને આ ગુજરાતી દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રી ટ્વીટ કરી કર્યું છે કે, 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.' ગુજરાતીપણાને એની સંસ્કારિતા, અસ્મિતા અને સંવેદનશીલતાથી સાર્થક કરીએ. વિશ્વ ગુજરાતી દિવસની શુભકામનાઓ..' આ સાથે આજે ગુજરાતના જાણીતા લેખક કવિ વીર નર્મદનો પણ જન્મ દિવસ છે.
જાણીતા સાહિત્યકાર એવા કવિ નર્મદનો જન્મ 24 ઓગસ્ટ 1833ના રોજ સુરત ખાતે થયો હતો. તેમના જીવનકાળ દરમિયાન તેમણે પદ્ય અને ગદ્યસ્વરૂપોમાં અનેક સાહિત્યો લખ્યાં છે. તેમજ સાહિત્યવિષયમાં આમૂલ પરિવર્તન લાવવાનો એમનો પુરુષાર્થ ધ્યાનપાત્ર છે.
પ્રધાનમંત્રીએ કવિ નર્મદને શ્રદ્ધાંજલિ પાઠવતાં ટ્વીટ કર્યું છે કે, 'વીર નર્મદ એટલે એક આર્ષદ્રષ્ટા સર્જક, તત્ત્વજ્ઞાની, સામાજિક ન્યાયના પ્રણેતા, અને ખુમારીવાળા કવિ. “અર્વાચીનમાં આદ્ય” ગણાતા કવિ નર્મદે “ડાંડિયો” નામના સામાયિક દ્વારા પોતાની નિર્ભકતા અને સર્જકતાનો પરિચય કરાવ્યો હતો. સમાજસુધારક કવિ નર્મદની જન્મજયંતિ નિમિતે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.'
