Skip to main content
Settings Settings for Dark

આજે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આત્મનિર્ભર ભારત સપ્તાહની કરાવશે શરૂઆત

Live TV

X
  • સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે આત્મનિર્ભર ભારત સપ્તાહની શરૂઆત કરાવશે. ગઇકાલે ડીજીટલ માધ્યમના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવામાં આવશે. જે રોટી,કપડા, મકાન અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં સ્વાવલંબી બનશે. તેમણે કહ્યું કે 2017માં પ્રધાનમંત્રીએ ચંપારણની 100મી વર્ષગાંઠ સમયે નયા ભારત બનાવવાની જાહેરાત કરી હતી અને હવે પ્રધાનમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે જ્યારે અમે નવા ભારતનો પાયો રાખશું ત્યારે તે આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાથી પરિપૂર્ણ હશે. આ અગાઉ સંરક્ષણ મંત્રાલયે ગઇકાલે મોટો નિર્ણય કરતાં જાહેરાત કરી હતી કે, સંરક્ષણ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવા માટે 101 ઉપકરણોની આયાત ઉપર પ્રતિબંધ લગાવવામાં આવશે અને તેનું નિર્માણ ભારતમાં જ શરૂ કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply