આવતીકાલે રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમને ખુલ્લું મૂકાશે
Live TV
-
ગુજરાતના અમદાવાદમાં આવેલું મોટેરા સરદાર પટેલ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે. જેમાં તારીખ 24 ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ વચ્ચે ડે - નાઈટ મેચ રમાશે. ભારતમાં ક્રિકેટને વધારે મહત્વપૂર્ણ રમત માનવામાં આવે છે. સાબરમતી તટના કિનારા પાસે આવેલું આ ક્રિકેટ સ્ટેડિયમ 63 એકર જમીન પર પથરાયેલું છે. જેમાં 1,10,000થી વધુ દર્શકોની બેસવાની ક્ષમતા છે. દર્શકોને મુશ્કેલી ના પડે અને સુરક્ષા વ્યવસ્થાને કેન્દ્રમાં રાખી અહીં ત્રણ દરવાજા રાખવામાં આવ્યા છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ, ક્લબ હાઉસ, ઓલિમ્પિક સાઈઝ સ્વિમિંગ પુલ અને એક ઇન્ડોર ક્રિકેટ એકેડમી પણ બનાવવામાં આવી છે. સ્ટેડિયમની રચના એ પ્રકારે કરવામાં આવી છે કે જયારે કોઈ ખેલાડી બાઉન્ડરી મારે તો સ્ટેડિયમમાં બેઠેલાં ક્રિકેટ પ્રેમી તેને જોઈ શકે. મોટેરાના નવ સ્થાપિત એલઈડી ફ્લડલાઈટ હવામાં રહેલાં દડાને જોવામાં મદદરૂપ બનશે .
દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં મુખ્ય મેદાન પર 11 સેન્ટર પીચ છે. ખેલાડીઓ માટે અત્યાધુનિક વ્યાયામશાળાની સાથે ચાર ડ્રેસિંગ રૂમ પણ છે. ક્રિકેટ સિવાય અન્ય જેમ કે ફૂટબોલ, હૉકી, બાસ્કેટ બોલ, કબડ્ડી, કુશ્તી, લોન ટેનિસ, રનિંગ ટ્રેક પણ બનાવવામાં આવ્યા છે. એક રમત ઍકેડમીની પણ વ્યવસ્થા છે. 25 લોકોની ક્ષમતા સાથે 76 કોર્પોરેટ બોક્સ બનાવવામાં આવ્યા છે. આ મેદાનની મોટી વિશેષતા એ છે કે મેદાનમાં ઘાસની નીચે રેતનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી ભારે વરસાદ વખતે પણ થોડાં જ કલાકોમાં પુનઃ રમત શરુ કરી શકાય છે. આ ક્રિકેટ સ્ટેડિયમમાં સુનિલ ગવાસ્કરે 10,000 ટેસ્ટ રન ,સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટનો પ્રથમ બેવડી સદી આ મેદાન પર જ બનાવી હતી. સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તેના 20 વર્ષ અને 30,000 આંતરરાષ્ટ્રીય રન અહીં પૂરા કર્યા હતા.
1982માં સાબરમતી નદીના તટ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા માટે ગુજરાત ક્રિકેટ સ્ટેડિયમને જમીન આપવામાં આવી હતી. જેના પર 2016માં આ સ્ટેડિયમનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. રાષ્ટ્રપતિ આવતીકાલે વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ધઘાટન કરશે જ્યાં ભારત અને ઈગ્લેંડ વચ્ચે ટેસ્ટ મેચ શરુ થશે
