Skip to main content
Settings Settings for Dark

કોરોના કેસ વધતાં મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં લોકડાઉન

Live TV

X
  • મહારાષ્ટ્ર અને કેરળ રાજ્ય સહિત કેટલાક રાજ્યોમાં વધતા કોરોના કેસને પગલે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યાં છે. અમરાવતી જિલ્લામાં સોમવારથી એક અઠવાડિયા માટે લોકડાઉન લગાવ્યું છે. પૂનામાં પણ સ્કુલ-કોલેજ અને ટ્યુશન ક્લાસ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યું લાગુ કરવામાં આવ્યો છે. જેમા જરૂરી સેવાઓને છોડીને પબ્લીક મુવમેન્ટ બંધ રહેશે. દરમિયાન દેશમાં કોરોનાની રસી આપવાનો કાર્યક્રમ ચાલુ છે 16 જાન્યુઆરીથી દેશમાં શરૂ થયેલ કોરોના રસીકરણ બાદ અત્યાર સુધીમાં 1 કરોડ 14 લાખથી વધુ લોકોને કોરોનાની રસી અપાય છે. ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ચાલી રહેલ કોવિડ રસીકરણ અભિયાનની પ્રગતિની ગઇકાલે સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો હર્ષવર્ધન, પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ પી.કે મિક્ષા, કેબીનેટ સચિવ, કેન્દ્રીય ગહ સચિવ ઉપરાંત એઇમ્સના નિર્દેશક ડો રણધીર ગુલેરિયા, ICMRના મહાનિર્દેશક બલરામ ભાર્ગવ, અને નિતિ આયોગના સભ્ય વી.કે પાલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply