ભારત અને મોરેશીયસ વચ્ચે વ્યાપક વેપારી ભાગીદારી સમજૂતી પર હસ્તાક્ષર
Live TV
-
વિદેશમંત્રી એસ જયશંકર ભારતના સામુદ્રીક સહયોગ માટે મહત્વપૂર્ણ દેશ મોરેશીયસના પ્રવાસે છે. તેમના પ્રવાસ દરમિયાન ભારત દ્વારા ડોરિયન વિમાન અને ગ્રુર હેલીકોપ્ટરની જોગવાઇ માટે પત્રોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રીએ કહ્યું કે આનાથી મોરેશીયસની સમુદ્રીક ઉપર નજર રાખવાની તાકાત વધશે. આ સાથે ભારતે મોરેશીયસને 100 મિલીયન અમેરિકી ડોલરનો આર્થિક સહયોગ આપ્યો જે મોરેશીયસને જરૂરી રક્ષા સંમ્પતિની ખરીદીની સુવિધા પ્રદાન કરશે. આ સાથે બન્ને દેશ વચ્ચે વ્યાપક વેપારી ભાગીદારી સમજૂતી ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યાં. વિદેશમંત્રી એસ.જયશંકર અને મોરેશીયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ જગન્નાથે પોર્ટ-લુઇમાં સંયુકત નિવેદન આપ્યું હતું. આ પ્રસંગે મોરેશીયસના પ્રધાનમંત્રીએ કહ્યું કે બન્ને દેશ દ્વીપક્ષીય સબંધોને વધુ મજબૂત કરવા પ્રતિબધ્ધ છે.
