આસામમાં પુરની સ્થિતિ: 57 લાખથી વધુ લોકો પ્રભાવિત, 113 લોકોના થયાં મોત
Live TV
-
આસામ ભારે પુરની સ્થિતીનો સામનો કરી રહ્યું છે. પુરને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા છ સભ્યોની બનેલી એક કેન્દ્રીય ટીમ બુધવારે આસામ પહોંચી હતી. કેન્દ્રીય ટીમે રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને ચર્ચા વિચારણા કરી હતી. આ કેન્દ્રીય ટીમમાં જળ શક્તિ મંત્રાલય કૃષિ મંત્રાલય, માર્ગ અને પરિવહન ઉપરાંત નાણા અને ગ્રામીણ મંત્રાલયના અધિકારીઓનો સમાવેશ થાય છે.
આ ટીમ રાજ્યના પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં નદીઓ પર આવેલા બંધ સહિતની સંપત્તિને ઉભા પાકને અને અન્ય પ્રકારે થયેલા નુકસાનની સમીક્ષા કરશે. રાજ્યમાં આવેલા ભીષણ પુરને કારણે 57 લાખ લોકો પ્રભાવિત થયા છે. 22 મેથી 20 ઓગસ્ટ વચ્ચે 113 લોકોના મૃત્યુ નોંધાયા છે. દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે સ્થિતી ગંભીર છે. જો કે બિહારમાં સ્થિતી સાધારણ સુધરી છે.
રાજ્યના 16 જિલ્લાના 130 તાલુકાની 1 હજાર 333 પંચાયતો પુરની અસરનો સામનો કરી રહી છે. બિહારમાં 83 લાખથી વધુ , પુર અસરગ્રસ્ત છે. પુરની વર્તમાન સ્થિતી રાજ્યમાં કુલ 27 લોકોનો ભોગ લઇ ચુકી છે. NDRF તેમજ સ્વયંસેવી સંસ્થાઓ પણ પ્રભાવિત વિસ્તારોમાં દવા અને જીવન જરૂરી સામગ્રીનું વિતરણ કરી રહી છે.
રાજ્યમાં ઉભી થયેલી પાંચ રાહત શિબીરમાં 5,000થી વધુ લોકો છે. પટણા સહિતના સ્થાને, ગંગા નદી ખતરાના નિશાન ઉપર વહી રહી છે. જમ્મુના આસપાસના વિસ્તારમાં પણ , સતત વરસાદ થઇ રહ્યો છે. નૌશેરામાં નદી વચ્ચે ટાપુ પર ફસાયેલી વ્યક્તિને હેલિકોપ્ટરની મદદથી ઉગારવામાં આવ્યો હતો. રાજસ્થાનમાં પણ વાર્ષિક સરેરાશ કરતાં માત્ર પાંચ ટકા ઓછો વરસાદ નોંધાઇ ચુક્યો છે. 22 જિલ્લામાં સામાન્ય તો 3 જિલ્લામાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જો કે આઠ જિલ્લામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.
