Skip to main content
Settings Settings for Dark

કોરોના સંક્રમણની સ્થિતિમાં સુધારો, રિકવરી રેટ વધીને 76.30% થયો : ICMR

Live TV

X
  • દેશમાં સરકાર દ્વારા થઇ રહેલા પ્રયાસને કારણે કોવિડ સંક્રમણની સ્થિતીમાં સુધારો થઇ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ દેશમાં સારવાર લઇને સાજા થયેલા કોવિડ દર્દીઓનો રીકવરી દર વધીને 76.30% ટકા થઇ ચુકી છે.

    મૃત્યુદરમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે. મૃત્યુદર ઘટીને હવે 1.83 ટકા થઇ ચુક્યો છે. વીતેલા 24 કલાકમાં દેશમાં 56 હજાર 13 લોકો સ્વસ્થ થયા છે. દેશમાં રીકવર થયેલા લોકોની કુલ સંખ્યા 25 લાખ, 23 હજાર 991 છે. ભારતમાં ટેસ્ટિંગની સ્થિતી સતત સુધરી રહી છે. આઇ.સી.એમ.આર.ના જણાવ્યા મુજબ ટેસ્ટિંગ થયેલા સેમ્પલની સંખ્યા 3 કરોડ 85 લાખ 76 હજારને પાર કરી ગઇ છે.

    બુધવારે 9 લાખ,24 હજાર,998 સેમ્પલના ટેસ્ટિંગ થયા હતા. કર્ણાટકમાં વીતેલા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 8580 કેસ નોંધાયા હતા. કર્ણાટકમાં ગઇકાલે કોરોના વાયરસને કારણે 133 લોકોના મૃત્યુ થયા હતા.

    રાજ્યમાં કુલ 83 હજાર 608 સક્રીય કેસ છે. તામિલનાડુમાં બુધવારે નવા 5958 કેસ નોંધાયા હતા અને 118 મૃત્યુ નોંધાયા હતા. રાજધાની દિલ્હીમાં બુધવારે 1693 નવા કેસ સામે આવ્યા હતા અને 24 લોકોના મૃત્યુ થયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply