ડિફેન્સની પ્રોડક્ટમાં આત્મનિર્ભર ભારત પર વેબિનાર, PM મોદીએ કર્યું સંબોધન
Live TV
-
ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં આત્મનિર્ભર ભારત વિષય પર આજે રક્ષામંત્રીના પ્રતિનિધિત્વમાં વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જોડાયા હતા. આ વેબિનારમાં સીડીએસ વિપિન રાવતે પણ સંબોધન કર્યું હતું.
રક્ષામંત્રીએ વેબિનારમાં કહ્યું હતું કે, અમારું ફોકસ આત્મનિર્ભર ભારત પર છે. ભારતીય ઈન્ડસ્ટ્રીઝના પ્રોડક્ટ ખરીદવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, મને ખુશી છે કે રક્ષા ઉત્પાદન સાથે જોડાયેલા તમામ લોકો વેબિનારમાં જોડાયા છે અને આ મંથન બહુ ઉપયોગી થશે. રક્ષા ક્ષેત્રમાં એક નવી માનસિકતાનો જન્મ થયો છે.
વધુમાં તેમણે કહ્યું કે, લાંબા સમય સુધી FDI પર ચર્ચા થઈ રહી હતી, પરંતુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. અમારી સરકારે આ કરી બતાવ્યું છે. આત્મનિર્ભરતાના અમારા પ્રયત્નોને અવશ્ય બળ મળશે.
