રક્ષામંત્રી રાજનાથ સિંહે NCC કેડેટ્સની ટ્રેનિંગ માટે મોબાઈલ એપ લૉન્ચ કરી
Live TV
-
રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે ડાયરેક્ટોરેટ જનરલ નેશનલ કેડેટ કોપર્સ મોબાઈલ એપ લૉન્ચ કરી છે. આ એપ NCC કેડેટના દેશવ્યાપી ઑનલાઈન ટ્રેનિંગના સંચાલનમાં મદદરૂપ થશે.
કોવિડ-19 ના પગલે રાખવામાં આવેલા પ્રતિબંધોને ધ્યાનમાં રાખી એનસીસી કેડેટની ટ્રેનિંગ પર પ્રતિકૂળ અસર ઉભી થઈ હતી. એવામાં ડિઝીટલ માધ્યમના ઉપયોગથી એનસીસી કેડેટ ટ્રેનિંગ લઈ શકશે.
NCC કેડેટને સંબોધતા રક્ષામંત્રીએ કહ્યું કે, આ એપ ડિઝીટલ રીતે ટ્રેનિંગ લેવામાં કોવિડ-19ની સ્થિતિમાં મદદરૂપ થશે. જો કોઈ દ્દઢ સંકલ્પ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધે તો તમામ પ્રકારની બાધાઓ પાર કરવા માટે સક્ષમ થશે.
રક્ષામંત્રીએ એક લાખથી વધુ એનસીસી કેડેટ્સના યોગદાનના વખાણ કર્યા હતા, જેમણે કોરોનાની મહામારીમાં કોરોના યૌદ્ધા તરીકે કામગીરી બજાવી હતી. આ પ્રસંગે એનસીસીના મહાનિર્દેશક ડૉ. અજય કુમાર, લેફ્ટેનેન્ટ જનરલ રાજીવ ચોપડા અને મંત્રાલયના વરિષ્ઠ નેતાઓ અને આર્મી અધિકારીઓ પણ સામેલ હતા.
