100થી વધારે શિક્ષણવિદોએ PM મોદીને JEE અને NEETની પરીક્ષા યોજવાના સમર્થનમાં લખ્યો પત્ર
Live TV
-
નીટ અને જેઇઇ પરીક્ષા નિયત સમયે યોજવાના સરકારના નિર્ણયનું સમર્થન કરતાં શિક્ષણ જગત સાથે સંકળાયેલા દેશના 100થી વધુ અગ્રણીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો વિદ્યાર્થીઓએ 12મા ધોરણની પરીક્ષા પાસ કરી છે અને હવે આગળ વધવા ઉત્સુક છે. સરકાર નીટ અને જેઇઇ પરીક્ષાની તારીખ જાહેર કરી ચુકી છે.
પત્ર લખનાર અગ્રણીઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો. સુપ્રીમ કોર્ટ આ સંદર્ભમાં દાખલ થયેલી અરજી , પહેલાં જ ફગાવી ચુકી છે. નીટ અને જેઇઇ પરીક્ષાની તારીખો જાહેર થયા પછી નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ એડમીટ કાર્ડ પણ જારી કરી દીધા છે. લાંબી પ્રતિક્ષા પછી પરીક્ષાની તારીખો જાહેર થતાં વિદ્યાર્થીઓએ પણ ખુશી જાહેર કરી છે. સરકાર પણ તમામ વ્યવસ્થા કરી ચુકી છે. જેઇઇ મેન્સના 85 ટકા અંદાજે 7 લાખથી વધુ અને નીટના 6 લાખથી વધુ પરીક્ષાર્થીઓ એડમિટકાર્ડ ડાઉનલોડ કરી ચુક્યાછે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી સ્પષ્ટતા કરી ચુકી છે કે પરીક્ષા નિયત સમયે જ થશે. જેઇઇ મેન્સ પરીક્ષા , 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર 2020 દરમિયાન લેવાશે. તો નીટ-યુજી કસોટી , 13 સપ્ટેમ્બર ના રોજ યોજાશે. કોરોના સંક્રમણ સંદર્ભમાં પરીક્ષા આયોજનમાં પણ , તકેદારી રખાઇ રહી છે. પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ માટે , સોસિયલ ડિસ્ટન્સિંગ એડવાઇઝરી પણ જારી કરવામાં આવી છે.
