ઉત્તરકાશી સિલક્યારા ટનલ દુર્ઘટનામાં બચાવ કાર્ય અંતિમ તબક્કામાં
Live TV
-
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને આજે નવું જીવન મળી શકે છે. સિલ્ક્યારા ટનલમાં છેલ્લા 12 દિવસથી ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે વિવિધ એજન્સીઓ દ્વારા બચાવ કામગીરી અંતિમ તબક્કામાં છે. તેને જોતા એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે અને તબીબોને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા છે.
હાલમાં સુરંગમાં ફસાયેલા 41 મજૂરો અને રેસ્ક્યુ ટીમ વચ્ચે અવરોધ ઉભી કરતી લોખંડની દિવાલ તૂટી ગઈ છે, જે બાદ હવે 41 મજૂરો ગમે ત્યારે બહાર આવી શકે છે. પાઇપ નાખ્યા પછી, કામદારો તેમાંથી બહાર જઈ શકે છે. આ પાઇપ એક મીટરથી થોડી ઓછી પહોળી છે.
એકવાર પાઈપ બીજા છેડે પહોંચ્યા પછી, ફસાયેલા કામદારો બહાર નીકળી જવાની સંભાવના છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની એક ટીમ સાંજે ટનલમાં પ્રવેશતી જોવા મળી હતી. સ્પેશિયાલિસ્ટ સહિત 15 ડોકટરોની ટીમને સ્થળ પર તૈનાત કરવામાં આવી છે.
