Skip to main content
Settings Settings for Dark

ઉત્તરાખંડઃ ટનલમાં ફસાયેલા શ્રમિકોને બચાવવા હોરિઝોન્ટલ ડ્રિલિંગ શરુ કરાયું

Live TV

X
  • ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સિલ્કયારા ટનલમાં ફસાયેલા શ્રમિકો માટે ઓપરેશન જિંદગી હેઠળ બચાવ અને રાહતની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

    ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સિલ્કયારા ટનલમાં ફસાયેલા શ્રમિકો માટે ઓપરેશન જિંદગી હેઠળ બચાવ અને રાહતની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જેમાં ફસાયેલા 41 લોકો માટે ઓગર મશીન સિવાય અન્ય વિકલ્પો પર પણ કામ ચાલી રહ્યું છે. ફસાયેલા લોકોને બચાવવા માટે વર્ટિકલ ડ્રિલિંગ (ઉપરની બાજુથી સીધું ખોદકામ) પર કરવામાં આવી રહ્યું છે. જે આગામી 2 દિવસમાં પૂર્ણ થશે. જ્યારે 2 હોરિઝોન્ટલ ડ્રિલિંગ પણ કરવામાં આવી રહ્યાં છે. 

    જોકે હોરિઝોન્ટલ ડ્રિલિંગને પૂર્ણ થવામાં 10 દિવસનો સમય લાગી શકે તેમ છે. જ્યારે ઓગર મશીનને પણ ફરીથી શરૂ કરવા માટે કામગીરી ચાલી રહી છે. દરમિયાન, મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું કે,  સરકાર પ્રત્યેક શ્રમિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply