પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે 2 સભાઓ સંબોધશે
Live TV
-
તેલંગાણામાં વિધાનસભા માટેનો ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે.
તેલંગાણામાં વિધાનસભા માટેનો ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજ્યમાં બે ચૂંટણી સભાઓ કરશે. સાથોસાથ પીએમ મોદી હૈદરાબાદમાં રોડ - શો પણ કરશે. ત્યારબાદ પીએમ મોદી અમીરપેટ ગુરુદ્વારામાં શિશ ઝુકાવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તિરુમાલામાં શ્રી વેંકટેશ્વર મંદિરની મુલાકાત લેશે અને મંદિરમાં પૂજા કરશે. મંદિર વહીવટના આચાર્ય વૈદિક પદ્ધતિ અને પરંપરા મુજબ પ્રધાનમંત્રીને પૂજા-અર્ચના કરાવશે. આ ચોથીવાર પીએમ મોદી ભગવાન વેંકટેશ્વરના દર્શનાર્થે તિરૂપતિ પહોંચ્યા છે. વર્ષ 2014 બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યાર સુધી ઓક્ટોબર 2015, જાન્યુઆરી 2017 અને જૂન 2019માં તિરૂપતિ તિરૂમાલા મંદિરના દર્શનાર્થે આવી ચૂક્યા છે. ભગવાન વેંકટેશ્વરના દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓ પીએમ મોદીના આગમન અંગે ખૂબ ઉત્સાહિત છે.
