પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વરનાં દર્શન કર્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વરનાં દર્શન કર્યા હતા. મંદિર વહીવટના આચાર્યે વૈદિક પદ્ધતિ અને પરંપરા મુજબ પીએમ મોદીને પૂજા-અર્ચના કરાવી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વરનાં દર્શન કર્યા હતા. મંદિર વહીવટના આચાર્યે વૈદિક પદ્ધતિ અને પરંપરા મુજબ પીએમ મોદીને પૂજા-અર્ચના કરાવી. આ દરમિયાન પીએમ મોદીએ એક્સ પર જણાવ્યું કે, તિરૂમાલામાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં 140 કરોડ ભારતીયોનાં સારા સ્વાસ્થ્ય, કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. તમને જણાવી દઈએ કે, આ ચોથીવાર છે, જ્યારે પીએમ મોદી ભગવાન વેંકટેશ્વરના દર્શનાર્થે તિરૂપતિ પહોંચ્યા છે. વર્ષ 2014 બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારસુધી ત્રણવાર એટલે કે ઓક્ટોબર 2015, જાન્યુઆરી 2017 અને જૂન 2019માં તિરૂપતિ તિરૂમાલા મંદિરમાં દર્શનાર્થે આવી ચૂક્યા છે.
