Skip to main content
Settings Settings for Dark

ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના, ગ્લેશિયર તૂટવાના પગલે ગંગા નદીમાં પૂર

Live TV

X
  • ઉત્તરાખંડના જોશીમઠથી 26 કિમી દૂર રૈની ગામ પાસે ધોલીગંગા નદીમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે. 

    ગ્લેશિયર તૂટવાના કારણે પાણી વધતા ઋષિગંગા પાવર પ્રોજેક્ટને નુકશાન થયું છે. જેના બાદ અલકનંદા ગંગામાં પાણીનું સ્તર વધી રહ્યું છે. પૂરના પાણીમાં ઘણા મકાનો ઝપેટમાં આવ્યા છે. 

    ITBPના જવાનો રાહત અને બચાવકાર્યમાં લાગી ગયા છે. તપોવનમાં હાલ રેસ્ક્યુ કાર્ય ઝડપથી કરવામાં આવી રહ્યું છે તેમજ પ્રશાસન દ્વારા લોકોને નદીથી દૂર રહેવા અપીલ કરવામાં આવી રહી છે. 

    ચમોલી પોલીસે આ અંગે ટ્વિટર પર માહિતી આપી છે. દેવપ્રયાગ સંગમ પર લોકોની અવરજવર પર રોક લગાવવામાં આવી છે. નદી કિનારે કામ કરી રહેલા શ્રમિકોને પણ દૂર કરવામાં આવ્યા છે.  

    કર્ણપ્રયાગના બજારને પણ ખાલી કરાવવાના કામમાં પ્રશાસન લાગી રહ્યું છે, તો હરિદ્વાર જિલ્લા સુધી એલર્ટ આપવામાં આવ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply