PM મોદી આસામ પહોંચ્યા, હાઈવે પરિયોજના 'અસોમ માલા' લૉન્ચ કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામના ઢેકિયાજુલીની મુલાકાતે પહોંચ્યા છે. અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હાઈવે પરિયોજના 'અસોમ માલા' લૉન્ચ કરી. પ્રધાનમંત્રીએ યોજનાના શુભારંભ સાથે પ્રજાને સંબોધી હતી.
મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે, પ્રધાનમંત્રીએ આસામને દેશમાં એક નવી ઓળખ આપી છે. તો પ્રધાનમંત્રીએ કહ્યું કે, દેશની પહેલી સવાર પૂર્વોત્તરમાંથી જ થાય છે. સમગ્ર પૂર્વોત્તર વિકાસ તરફ આગળ વધી રહ્યું છે.
વિકાસના કાર્યોનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, મને આસામમાં સતત વિકાસના કાર્યક્રમોમાં આવવાનો અવસર મળતો રહ્યો છે. પ્રધાનમંત્રીએ બે મેડીકલ કૉલેજ અને હોસ્પિટલોનો શિલાન્યાસ પણ કર્યો. અસોમ માલા પરિયોજના અંગે જણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, અસમ માલા થકી આધુનિક આસામનો પાયો નંખાયો છે. આજે આસામ વિકાસના બદલાવનું સાક્ષી બન્યું છે.
