જમ્મુ-કાશ્મીર પોલીસને મળી સફળતા, કુંજવનીમાંથી કરી આતંકીની ધરપકડ
Live TV
-
આતંકવાદને ડામવા મામલે જમ્મુ- કાશ્મીર પોલીસે મોટી સફળતા મેળવી છે.
જમ્મુમાં પોલીસે લશ્કર-એ-મુસ્તફાના કમાન્ડર હિદાયતુલ્લા મલિકની ધરપકડ કરી છે.. જમ્મુ અને અનંતનાગની પોલીસની સંયુક્ત કાર્યવાહી દરમિયાન કુંજવની વિસ્તારમાંથી આતંકીની ધરકપડ કરાઇ હતી.
પોલીસને આતંકી પાસેથી હથિયારો ગ્રેનેડ સહિતનો વિનાશક જથ્થો મળ્યો છે. ઉલ્લેખનીય છે કે લશ્કર-એ-મુસ્તફા કાશ્મીરમાં જૈશ-એ-મોહમ્મદનું સહાયક સંગઠન મનાય છે. તેના કમાન્ડરની ધરપકડ થતા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
