Skip to main content
Settings Settings for Dark

કોરોના મહામારીમાં સમયસર પગલાં લેવાથી બચ્યાં અનેકના જીવઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

Live TV

X
  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે બેંગાલુરૂમાં રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સિસ ના 23મા દિક્ષાંત સમારોહમાં સામેલ થયા હતા. આ પ્રસંગે ઘણા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા અને ડિગ્રી પણ આપવામાં આવી હતી. 

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંબોધનમાં કહ્યુ હતું કે આપણને  આપણાં ડોક્ટર અને આરોગ્યની ટીમ પર ગર્વ છે. મહામારીમાં સમયસર પગલાં લેવાથી દેશમાં અનેક લોકોના જીવ બચ્યા છે.

    રાષ્ટ્રપતિએ કહ્યું કે, મહામારીએ વિશ્વને સબક આપ્યો છે કે, જો એક વ્યક્તિ જોખમી સ્થિતિમાં છે તો બીજો સુરક્ષિત રહી શકતો નથી. 

    પ્રખ્યાત ન્યૂરોસર્જન ડૉ. અલંગર સત્યરંજનદાસ હેગડેને પદ્વીદાન સમારંભમાં ડૉક્ટર ઑફ સાયન્સની પદવી આપવામાં આવી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply