Skip to main content
Settings Settings for Dark

PM અપીલઃ દરેક રાજ્યમાં એક મેડીકલ અને એક ટેક્નીકલ કૉલેજ માતૃભાષામાં ભણાવવાનું શરૂ કરે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજે આસામમાં સોનીતપુર-ઢેકિયાજુલી ખાતે હાઇવે પરિયોજના 'અસોમ માલા'નો શુભારંભ કર્યો હતો. તથા બે મેડિકલ કોલેજ  અને હોસ્પિટલોનો પણ શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે તેમણે એક જાહેર સભાને સંબોધતાં જણાવ્યું હતું કે મને અહી વિકાસના કાર્યક્રમોમાં આવવાનો અવસર મળી રહે છે. આખુ પૂર્વોત્તર વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે. મેડિકલ કોલેજ શરૂ થતાની સાથે જ આસામને દર વર્ષે 1600 નવા એમબીબીએસ ડૉક્ટર મળી રહેશે. તેમણે દરેક રાજ્યને એક મેડીકલ અને એક ટેક્નીકલ કોલેજ માતૃભાષામાં ભણાવવાનું શરૂ કરે તેવી અપીલ કરી હતી. આ પ્રસંગે આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ પણ  ઉપસ્થિત રહ્યાં હતા. મહત્વનું છે કે આ પરિયોજના  વિશ્વનાથ અને ચરાઇદેવમાં નિર્માણ પામી રહી છે. જેનો  કુલ અપેક્ષિત ખર્ચ 1100 કરોડ રૂપિયાથી પણ વધુ છે. દરેક હોસ્પિટલમાં 500 બેડની ક્ષમતા અને એમબીબીએસની 100 બેઠક હશે. મેડિકલ કોલેજો અને હોસ્પિટલોની સંખ્યામાં વધારો ન માત્ર રાજ્યમાં ડૉક્ટરોની અછત દૂર કરશે  પણ સંપૂર્ણ પૂર્વોત્તર ક્ષેત્રો માટે આસામને મેડિકલ શિક્ષણનું કેન્દ્ર બનાવશે. પ્રધાનમંત્રી આજે આસામ બાદ પશ્ચિમ બંગાળનો પણ પ્રવાસ કરશે.  જ્યાં તેઓ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા નિર્મિત એલપીજી ઇમ્પોર્ટ ટર્મિનલ દેશને સમર્પિત કરશે.    

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply