PM હલ્દિયાઃ 1100 કરોડના ખર્ચે તૈયાર થયેલું LPG Import Terminal રાષ્ટ્રને સમર્પિત કર્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે પહોંચ્યા હતા. અહીં તેમણે 5 હજાર કરોડની પરિયોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના Haldiyaમાં સભા પણ સંબોધી હતી. પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડમાં સર્જાયેલી કુદરતી હોનારતના ઉલ્લેખની સાથે પોતાના સંબોધનની શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ સંકટના સમયે આખો દેશ ઉત્તરાખંડની સાથે છે.. ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે સતત સંપર્કમાં હોવાનું પણ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ગુલામીના સમયમાં પણ પશ્ચિમ બંગાળ સૌથી વિકસિત રાજ્યની યાદીમાં સર્વોપરી રહ્યું હતું. "આજે હું અહીં હજારો કરોડની પરિયોજનાઓનો શિલાન્યાસ કરવા આવ્યો છું. પશ્ચિમ બંગાળમાં રેલવે પાછળ ગયા વર્ષની સરખામણીમાં 25 ટકાથી વધારેનો ખર્ચ કરવામાં આવશે. બંગાળના લોકો અને અહીંના ખેડૂતો ખૂબ જ પરિશ્રમી છે. બંગાળે હંમેશા દેશને નવી દિશા આપી છે." આ સાથે જ પ્રધાનમંત્રીએ 1100 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા LPG Import Terminalને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. આ સાથે જ પ્રધાનમંત્રીએ ડોભી-દુર્ગાપુર પ્રાકૃતિક ગેસ પાઈપલાઈન ખંડની પણ ભેટ આપી હતી.
