રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની આભાર દરખાસ્ત પર થયેલી ચર્ચાનો જવાબ
Live TV
-
સંસદના ચાલી રહેલા બજેટ સત્રની વાત કરીએ તો આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની આભાર દરખાસ્ત પર થયેલી ચર્ચાનો જવાબ આપવામાં આવશે. પ્રધાનમંત્રી આજે રાજ્યસભામાં આભાર દરખાસ્ત પર થયેલી ચર્ચાનો જવાબ આપી શકે છે. રાષ્ટ્રપતિના અભિભાષણ પરની આભાર દરખાસ્ત પર રાજ્યસભામાં ત્રણ દિવસ સુધી 15 કલાક ચર્ચા થઇ હતી. ચર્ચામાં સત્તાધારી પક્ષ અને વિરોધપક્ષે ભાગ લીધો હતો. બીજી તરફ લોકસભામાં આજે સરકારનો પ્રયાસ રહેશે કે ગતિરોધ દૂર થાય. ગયા સપ્તાહે વિરોધપક્ષે કૃષિ કાયદાને મુદ્દે વિરોધપક્ષે હોબાળો કરતાં પ્રશ્નકાળમાં પણ કામકાજ ચાલી શક્યું નહોતું. રાષ્ટ્રપતિના અભિભાષણ પરની આભાર દરખાસ્ત પર પણ ચર્ચા શરૂ નહોતી થઇ શકી. ભાજપ સાંસદ ચેટરજીએ ચર્ચાની શરૂઆત તો કરી પરંતુ વિરોધપક્ષે હોબાળો કરતાં તેઓ પોતાનું સંબોધન પુરૂ ના કરી શક્યા. લોકસભામાં વિધાયક કામકાજમાં પણ ખુબ ઓછી પ્રગતિ થઇ છે. જ્યારે રાજ્યસભામાં ગયા સપ્તાહે 82 ટકાથી વધુ કામકાજ થયું હતું. આ સપ્તાહમાં સામાન્ય બજેટ પર ચર્ચા શરૂ થશે. સરકાર પ્રયાસ કરશે કે બંને ગૃહોમાં વિધાયક કામકાજને પણ ઝડપથી આગળ વધારવામાં આવે.
