Skip to main content
Settings Settings for Dark

ઉત્તરાખંડ : ચમોલી તપોવનમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન ફરી શરૂ

Live TV

X
  • ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના તપોવન વિસ્તારમાં રવિવારે બનેલી દુર્ઘટનામાં 153 લોકોનાં મોત થવાની આશંકા છે. તપોવનસ્થિત NTPC પ્રોજેક્ટ સાઈટથી અત્યારસુધીમાં 14 મૃતદેહ મળી આવ્યા છે. અહીં બે ટનલ છે. પહેલી ટનલમાં ફસાયેલા 16 લોકોનું રેસ્ક્યૂ થઈ ચૂક્યું છે. આ ટનલમાં રવિવારે રાતે પાણી વધી જવાથી રેસ્ક્યૂ ઓપરેશનને અટકાવી દેવાયું હતું. NDRFની ટીમે સોમવારે સવારે જળસ્તર ઘટ્યા પછી ઓપરેશન ફરી શરૂ કરી દીધું છે.
     પાણીનું લેવલ વધવાને કારણે રવિવારે રેસ્ક્યૂ ઓપરેશન અટકાવવું પડ્યું હતું.

    પ્રભાવિત વિસ્તારના એરિયલ સર્વે માટે સોમવારે વાયુસેના વૈજ્ઞાનિકોને એરલિફ્ટ કરાશે
    તપોવનસ્થિત NTPC પ્રોજેક્ટ સાઈટથી અત્યારસુધીમાં 14 મૃતદેહ મળી આવ્યા છે. અહીં બે ટનલ છે. પહેલી ટનલમાં ફસાયેલા 16 લોકોનું રેસ્ક્યૂ થઈ ચૂક્યું છે.
    તપોવનની જે ટનલમાં 30 લોકો ફસાયા હોવાની આશંકા છે ત્યાં ITBPના 300 જવાન રેસ્ક્યૂમાં લાગી ગયા છે.
    એરફોર્સના Mi-17 અને ALH હેલિકોપ્ટર્સે સોમવારે સવારે દેહરાદૂનથી જોશીમઠ માટે ઉડાન ભરી. એરિયલ રેસ્ક્યૂ અને રિલીફ મિશન શરૂ કર્યું
    NDRF અને ITBPની ટીમ તપોવન વિસ્તારમાં અલગ અલગ સ્થળો પર રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. ITBPના પ્રવક્તા વિવેક પાંડેય કહ્યું હતું કે જરૂર પડ્યે વધુ ટીમ મોકલવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply