ઉત્તરાખંડ આજે 23મો સ્થાપના દિવસ
Live TV
-
ઉત્તરાખંડ આજે 23મો સ્થાપના દિવસ
ઉત્તરાખંડ આજે 23મો સ્થાપના દિવસ છે. રાજ્ય સ્થાપના દિવસનો મુખ્ય કાર્યક્રમ દેહરાદુનની પોલીસ લાઇન ખાતે યોજાયો છે. જેમાં દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સામેલ થયા હતા તથા નાગરિકોને સંબોધન કર્યુ હતું. ઉત્તરાખંડના સ્થાપના દિવસની ઉજવણીમાં રાષ્ટ્રપતિ સામેલ થયા એવો આ પહેલો પ્રસંગ છે. દેશના પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા એક્સ થકી ઉત્તરાખંડને સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી છે. તેમણે લખ્યું કે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની સમૃધ્ધિમાં દેવભૂમી ઉત્તરાખંડનું અમુલ્ય યોગદાન છે. પ્રાકૃતિક પર્યટન માટે પ્રસિધ્ધ આ પ્રદેશના મારા તમામ પરિવારજન અંત્યત પરિશ્રમી હોવાની સાથે સાથે ખુબ પરાક્રમી છે. આજે રાજ્યના સ્થાપના દિવસ પર તેમને મારી ખુબ ખુબ શુભકામનાઓ. તો, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ પણ X ના માધ્યમથી ઉત્તરાખંડવાસીઓને શુભકામના પાઠવી હતી. નોંધનીય છે કે વર્ષ 2000 માં આજના દિવસે ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશથી અલગ થઇ દેશનું 27મુ રાજ્ય બન્યું હતું.
