Skip to main content
Settings Settings for Dark

દિલ્હીમાં વધતાં પ્રદૂષણને કારણે શિક્ષણ વિભાગનો નિર્ણય, 9 થી 18 નવેમ્બર સુધી દિલ્હીની તમામ શાળાઓ રહેશે બંધ

Live TV

X
  • દિલ્હીમાં વધતાં પ્રદૂષણને કારણે શિક્ષણ વિભાગનો નિર્ણય, 9 થી 18 નવેમ્બર સુધી દિલ્હીની તમામ શાળાઓ રહેશે બંધ

    દિલ્હીમાં વધતાં પ્રદૂષણને કારણે શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. 9 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી દિલ્હીની તમામ શાળાઓ બંધ રહેશે.  નવેમ્બર મહિનામાં જ વિન્ટર વેકેશન એટલે કે શિયાળું વેકેશન જાહેર કરવામાં આવ્યુ છે. આ અગાઉ પ્રદૂષણના કારણે દિલ્હી સરકારે 3 નવેમ્બરના રોજ સ્કૂલોમાં ફિઝિકલ ક્લાસિસને બંધ કરીને ઓનલાઈન ક્લાસિસ પર શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. જેને બાદમાં 10 નવેમ્બર સુધી વધારી દેવામાં આવ્યા હતા. બુધવારે દિલ્હીની હવાની ગુણવત્તા ફરી 'ગંભીર' શ્રેણીમાં આવી ગઈ. છેલ્લા 24 કલાકમાં સરેરાશ AQI 426 નોંધાયો હતો. 20મી નવેમ્બરની આસપાસ ક્લાઉડ સીડિંગ દ્વારા કૃત્રિમ વરસાદ કરાવવાનો પણ પ્લાન બનાવવામાં આવ્યો છે. જેના માટે સુપ્રીમ કોર્ટ પાસે દિલ્હી સરકાર દ્વારા મંજૂરી માંગવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply