Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રીનું સતના, મધ્યપ્રદેશથી જાહેરસભાને સંબોધન

Live TV

X
  • ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના પ્રવાસે છે.

    મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અને અન્ય પક્ષોના ટોચના નેતાઓ આજે રાજ્યમાં પ્રચારમાં વ્યસ્ત છે. છત્તીસગઢમાં પણ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર ચરમસીમાએ છે. બીજા તબક્કામાં 70 બેઠકો માટે 17 નવેમ્બરે મતદાન થશે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહ આજે છત્તીસગઢના પ્રવાસે છે.

    રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામાંકન પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ છે. રાજ્યની તમામ 200 વિધાનસભા બેઠકો પર 25 નવેમ્બરે મતદાન થશે. બીજી તરફ તેલંગાણામાં ઉમેદવારી પત્ર ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે. અહીં 30 નવેમ્બરે 119 મતવિસ્તારમાં મતદાન થશે.

    દરમિયાન, આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના સતનામાં એક જાહેર સભાને સંબોધતા કહ્યું હતું કે; સરકાર મહત્વાકાંક્ષી રામાયણ સર્કિટ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જેમાં ચિત્રકૂટનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે, રામાયણ સર્કિટ પ્રોજેક્ટ પ્રવાસનને વેગ આપશે અને પ્રદેશના સર્વાંગી વિકાસ તરફ દોરી જશે. પ્રધાનમંત્રી મોદી આજે સતત ત્રીજા દિવસે મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

    કોંગ્રેસના શાસનમાં 2-જી, કોલસો અને કોમનવેલ્થ ગેમ્સ જેવા કૌભાંડોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, કોંગ્રેસના જુઠ્ઠાણાનો ફુગ્ગો મતદાન પહેલા જ ફૂટી ગયો છે. કોંગ્રેસ પાસે મધ્યપ્રદેશના વિકાસ માટે કોઈ એક્શન પ્લાન નથી. રાજ્યના યુવાનોને કોંગ્રેસમાં કોઈ ભવિષ્ય દેખાતું નથી, તેથી રાજ્યનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી અને મોદીની ગેરેન્ટીમાં છે. સમગ્ર વિશ્વમાં ભારતની વધતી પ્રતિષ્ઠાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે; આજે સમગ્ર વિશ્વમાં ભારતનો અવાજ સંભળાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply