ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુએ એસોચેમના 98માં વાર્ષિક સત્રનું ઉદ્ઘાટન કર્યું
Live TV
-
ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈંયા નાયડુએ આજે નવી દિલ્હીમાં એસોચેમના 98માં વાર્ષિક સત્રનું ઉદ્ઘાટન કર્યું
ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈંયા નાયડુએ આજે નવી દિલ્હીમાં એસોચેમના 98માં વાર્ષિક સત્રનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે વર્તમાન વર્ષમાં પાયાની સુવિધાના ક્ષેત્રમાં રોકાણ વધારવામાં આવ્યું છે. જેની અસર સ્પષ્ટ જોવા મળે છે. તેમણે કહ્યું કે રોકાણકારોને આકર્ષિત કરવા માટે વૈશ્વિક સ્તર ઉપર આગળ વધવાની જરૂરિયાત છે. આ સત્રમાં એસઓચેમ ટેકનીકલ મુદ્દે સંમેલનો અને ગોષ્ઠિનું આયોજન કરશે. આ આયોજનમાં વરિષ્ઠ મંત્રીઓ અને નીતી નિર્માતા સામેલ થઈ રહ્યા છે. આ સંમેલનમાં દેશભરમાંથી આવેલા નીતી નિર્માતા અને વ્યાપાર સમુદાયો વચ્ચે ચર્ચા થશે. તો કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે દેશની જનતા મહત્વકાક્ષી છે અને તે ભ્રષ્ટાચારના કલંકને દૂર કરવા ઇચ્છે છે. એસોચેમના 98મા વાર્ષિક સત્રને વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધતા જેટલીએ જણાવ્યું હતું કે સરકારે વ્યવસ્થામાં સુધારા માટે વિમુદ્રીકરણ જીએસટી અને ચૂંટણી બોર્ડ જેવા ઉપાય કર્યા છે.
