ઉર્જામંત્રી સૌરભ પટેલે કર્ણાટકના સીએમ અને રાજ્યપાલને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમમાં હાજર રહેવા નિમંત્રણ પાઠવ્યું
Live TV
-
ઉર્જામંત્રી સૌરભ પટેલ હાલ કર્ણાટકના પ્રવાસે છે. તેમણે પ્રતિનિધિમંડળ સાથે કર્ણાટકના મુખ્યમંત્રી અને રાજ્યપાલની મુલાકાત કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમમાં હાજર રહેવા રાજ્ય સરકાર વતી નિમંત્રણ પાઠવ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમ નજીક સરદાર સાહેબની 182 મીટર ઉંચી પ્રતિમાનું ઉદ્ઘાટન 31ઓક્ટોબર સરદાર જયંતીના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થનાર છે. હાલ નવરાત્રિ ચાલી રહી છે. બિહાર રાજ્યમાં દુર્ગા પુજા ઉત્સવ ચાલી રહ્યો છે. બિહારમાં દુર્ગા પૂજાને મોટા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. જેથી આ દિવસોમાં બિહારમાં જાહેર રજાનો માહોલ છે. તે અનુસાર ગુજરાતનું પ્રતિનિધિમંડળ બિહારના રાજ્યપાલ અને મુખ્યમંત્રીને નિમંત્રણ પાઠવવા 22 ઓક્ટોબર બાદ બિહારના પ્રવાસે જશે.
