કેન્દ્ર સરકારે ભુલાઈ રહેલી વાનગીને સ્માર્ટ ફુડ જાહેર કર્યું
Live TV
-
નર્મદા જિલ્લાના પીપલોદ ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા દ્વારા વિસરાતી વાનગીની સ્પર્ધા યોજાઈ
કેન્દ્ર સરકારે ભુલાઈ રહેલી વાનગીને સ્માર્ટ ફુડ જાહેર કર્યું છે. ત્યારે નર્મદા જિલ્લાના પીપલોદ ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા દ્વારા વિસરાતી વાનગીની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 65 આદિવાસી બહેનોએ કંદમૂળ અને જંગલ પેદાશની શક્તિ વર્ધક વાનગી રજૂ કરી હતી. આદિવાસી બહેનોએ વાંસનું શાક તેમજ જુવાર બાજરી કોદરી અને ચીકણ નામના ફળમાંથી બનાવેલ વાનગી રજૂ કરી હતી. આ વાનગી વરાળ દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ વાનગી ખૂબ જ શક્તિ વર્ધક હોય છે. જેમાંથી કાર્બોહાઇડ્રેડ અને વિટામીન્સ મળે છે. લોકોને આ વિસરાતી વાનગી આરોગવા પણ અપીલ કરવામાં આવી હતી.
