પ્રધાનમંત્રીએ મેડલ વિજેતા ખેલાડીઓ સાથે કરી મુલાકાત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે પેરા એશિયન ગેમ્સ પદક વિજેતાઓ સાથે મુલાકાત કરી તેમનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. PMએ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું માન વધારવા માટે તેમની પ્રશંસા કરી હતી અને કહ્યં હતું કે, તેમની માનસિક તાકાત સફળતાનો આધાર છે. તેમણે એથ્લિટોને કહ્યું હતું કે, તે પોતાનો ઉત્સાહ જાળવી રાખે. ખેલ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોરે પણ ખેલાડીઓની મુલાકાત કરી તેમને સન્માનિત કર્યા હતા. કેન્દ્ર તરફથી સુવર્ણ પદક વિજેતાઓને રૂપિયા 30 લાખ, રજત પદક માટે 20 લાખ અને કાંસ્ય પદક વિજેતાઓને 10 લાખ પ્રોત્સાહન રકમઆપવામાં આવી હતી.
